આદિપુરમાં 28 વર્ષીય યુવાને ગળેફાંસો કર્યો આપઘાત
copy image

આદિપુરમાં 28 વર્ષીય યુવાને ગળેફાંસો જીવનલીલા સંકેલી લીધી હતી. ત્યારે આ બનાવ અંગે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આદિપુરના સી.બી.એક્સ. સાતવાળી મકાનમાં રહેનાર હતભાગી એવો વીરેશ કમલસિંહ ધનાગર નામનો યુવાન ઘરે હતો. તે સમયે કોઈ અકળ કારણોસર પંખામાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.