જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

image-115

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્યના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ, નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ, રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઇ રબારી તથા મહેશભાઇ ચૌહાણનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પ્રધ્યુમનસિંહ ગોહિલનાઓને બાતમી હકીકત મળેલ કે. ગુંદાલા સાડાઉ રોડ ઉપર આવેલ રોયલ ટાઉન શીપ રોડ પર જતા રસ્તાની બાજુમાં આવેલ કાચા રસ્તાની બાજુમાં એક ફાર્મ હાઉસની બાજુમાં લાઈટના અજવાળે અમુક ઇસમો ભેગા મળી ગંજીપાના વડે તીનપતીનો રૂપિયાની હારજીતનો જુગાર રમે છે અને હાલે આ જુગાર ચાલુ છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ગંજીપાના વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

♦ પકડાયેલ ઇસમો :-

  • કલ્યાણભાઈ દેવરાજભાઈ ગઢવી ઉ.વ. ૪૨ રહે. વેભવ પાર્ક, મુખ્ય તા.મુંદરા
  • કલામ ઇસ્લામભાઈ અંસારી ઉ.વ. ૩૮ ૨હે યુ.એસ. વિલા સામે ખેતરપાળ ચોક, મુંદરા

રઝાક રમઝાનભાઈ ડેપારા (મુસ્લીમ) ઉ.વ.૩૪ રહે.રતાડીયા (ગણેશ) તા.મુંદરા-કચ્છ

  • આરીફ એહમદભાઇ તુરીયા (મુસ્લીમ) ઉ.વ.૩૫ રહે. હજામ શેરી, મુંદરા
  • આશીષસિંગ ઇન્વબહાદુરસિંગ રાજપુત ઉ.૦ ૩૭ રહે. સદગુરુ સ્માટ વિલા, કપાયા તા મુંદરા

હ કબ્જે કરેલ મુદામાલ

  • રોકડા રૂપીયા – ૫૧,૭૦૦/-

ગંજીપાના નંગ-પર કિં.રૂ.-00.001-

મોબાઈલ ફોન નંગ-04. કિ.રૂ.34,000/-

  • ફોર વ્હીલર કાર કિ.રૂ..૫,૦૦,૦૦૦/-

એમ કલ્લે કિંગ૫.૮૬,૭૦૦/- ના મદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ મંદરા મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૪૫૧/૨૦૨૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુની રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.