વિસ્ફોટક પદાર્થ સાથે બે આરોપીને પકડી પાડતી SOG પશ્ચિમ કચ્છ-ભુજ

અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા.અમદાવાદનાઓનાં માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળા (Illegal fire arms & ammunitions) ઉત્પાદન, સંગ્રહ,હેરાફેરી, વેચાણ, અને વિસ્ફોટક પદાર્થ વેપાર કરતા તથા ઉપયોગ કરતા ઈસમોની પ્રવ્રુતિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોઈ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં આવી ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી નાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી.સ્ટાફના અધિકારી/કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન તા.૨૦/૧૨/૨૦૨૫ નાં રોજ એસ.ઓ.જી સ્ટાફના કર્મચારીઓ અબડાસા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ માણેકભાઈ ગઢવીનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી હકીકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી કોઠારા પો.સ્ટેની હદમાં ડાહા ગામ પાસે કાચા રસ્તા પર (૧) કાંતિલાલ શાંતિલાલ પટણી ઉ.વ.૪૫, રહે.મોટી રાયણ, તા.માંડવી તથા (૨) શાંતિલાલ રામજી દાતણીયા ઉ.વ.૪૪. મૂળ રહે, મેરાઉ, હાલ રહે.ડોણ પાટિયા, તા.માંડવીવાળાઓને વિસ્ફોટક પદાર્થ ઘઉંનાં લોટનાં બનાવેલ ગોળા નંગ-૧૦ કી.રૂ.૧,૦૦૦/- તથા છરી નંગ-૦૧ કી.રૂ.૫૦/- તથા મોટર સાયકલ-૦૨ કી.રૂ.૧૫,૦૦૦/- એમ કુલ્લ કી.રૂ.૩૧,૦૫૦/- નાં મુદામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપીઓ વિરુદ્ધ કોઠારા પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટક પદાર્થ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

(૧) કાંતિલાલ શાંતિલાલ પટણી ઉ.વ.૪૫, રહે. મોટી રાયણ, તા.માંડવી

(૨) શાંતિલાલ રામજી દાતણીયા ઉ.વ.૪૪. મૂળ રહે, મેરાઉં, હાલ રહે.ડોણ પાટિયા, તા.માંડવી

કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) વિસ્ફોટક પદાર્થ ઘઉંનાં લોટનાં બનાવેલ ગોળા નંગ-૧૦ કી.રૂ.૧,૦૦૦/-

(૨) છરી નંગ-૦૧ કી.રૂ.૫૦/-

(3) મોટર સાયકલ કી.રૂ.૧૫,૦૦૦/-

એમ કુલ્લ કી.રૂ.૩૧,૦૫૦/-

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

એસ.ઓ.જી.પશ્ચિમ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી, તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી એમ.એલ.વાઘેલા તથા એસ.ઓ.જીનાં પોલીસ કર્મચારીઓ, એ.એસ.આઈ. જોરાવરસિંહ જાડેજા, માણેકભાઈ ગઢવી તથા પો.કોન્સ વનરાજસિંહ જાડેજાનાઓ જોડાયેલ હતા.