પાકિસ્તાની ગેંગસ્ટરને ઈન્સ્ટાગ્રામ પર ફૉલો કરનાર ભુજના યુવકની પૂછતાછમાં થયો મોટો ખુલાસો

પાકિસ્તાની ગેંગસ્ટર શાહનવાઝ ભટ્ટીને ઈન્સ્ટાગ્રામ પર ફૉલો કરતા અને ભટ્ટીના નામે ફેક આઈડી બનાવનાર ભુજના યુવકની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ
ખાટકી ફળિયામાં રહેતા આફતાબ ઊર્ફે અલ્તાફ રજાક ખાટકી (ઉ.વ. ૨૭)ના ઘરમાં SOGએ મધરાતે તપાસ કરતાં ગાંજો, દેશી બંદૂક, ત્રણ ખાલી કારતૂસ, નકલી નોટોના બંડલો મળ્યાં
છૂટક વેચાણ માટે ઘરમાં રાખેલો ૩૩ હજાર ૪૫૦ના મૂલ્યનો ૬૬૯ ગ્રામ ગાંજો જપ્ત
પંદર દિવસ અગાઉ આફતાબે ગળપાદરના ભરત વાઘેલા પાસેથી છૂટક વેચાણ માટે ૧ કિલો ગાંજો ખરીદેલો
ગાદલાં નીચે છૂપાવેલી દેશી સિંગલ બોરની દેશી બંદૂક અને ૩ ખાલી કારતૂસ મળ્યાં
પોતે શોખ ખાતર બે માસ અગાઉ શિકારપુર (ભચાઉ)ના સિકંદર ઈસ્માઈલ ત્રાયા પાસેથી બંદૂક લાવ્યો હોવાનું કબૂલ્યું
ઘરમાં રહેલી સ્ટીલની છરી અને બે કુહાડી પણ પોલીસે જપ્ત કર્યાં
ઘરમાં રાખેલી પેટી અને બે ટ્રોલી બેગમાંથી ભારતીય મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક લખેલી ૫૦૦, ૨૦૦, ૫૦, ૨૦ના દરની નકલી ચલણી નોટોના ૧૮૧ બંડલો મળ્યાં
લોકોની ઠગાઈ કરવા હેતુથી નકલી નોટોનો વીડિયો બનાવતો હોવાનું જણાવીને મિત્રને વીડિયો શેર કર્યો હોવાનું કબૂલ્યું
NDPS એક્ટ, આર્મ્સ એક્ટ, આઈટી એક્ટ સહિત વિવિધ ધારાઓ તળે આફતાબ ખાટકી, ભરત વાઘેલા અને સિકંદર ત્રાયા વિરુધ્ધ ભુજ એ ડિવિઝનમાં નોંધાવાઈ ફરિયાદ