હરીયાણાના મર્ડરના ગુનામાં વોન્ટેડ ગેન્ગના શૂટરની થઈ ધરપકડ

ગુજરાત એ.ટી.એસ. દ્વારા ભારતભરમાં ઓપરેટ કરતા ઓર્ગનાઇઝડ ક્રાઇમ નેટવર્ક્સ પર સતત નજર રાખવામાં આવી રહેલ છે. જે દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હર્ષ ઉપાધ્યાયનાઓને બાતમી મળેલ કે, રોહીત ગોદારા-નવીન બોક્સર ગેંગ સાથે સંકળાયેલ એક ઈસમ નામે વિકાસ ઉર્ફે ગોલુ જસબિરસિંઘ શ્યોરાણ, મુળ રહે. કાકરોલી, હરીયાણા હાલમાં ગુજરાતના રાપર, કચ્છમાં રોકાયેલ છે. જે બાતમી અન્વયે એ.ટી.એસ. ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓ સાથે શેર કરવામાં આવતા, તેઓની સૂચનાથી સદર ઇનપુટને પો.ઇન્સ.શ્રી જે. એન. ચાવડા દ્વારા ખરાઇ કરતા જાણવા મળેલ કે, સદર વિકાસ, રાપર કચ્છના નાગેશ્વર પાર્ક ખાતે આવેલ આર.ઓ. પ્લાન્ટ કંપનીમાં પોતાના એક ઓળખીતાને ત્યાં રોકાયેલ છે.

જે અંગે ગુજરાત એ.ટી.એસ. દ્વારા ઉપરોક્ત માહિતીને પોલીસ અધિક્ષકશ્રી, કચ્છ નાઓને શેર કરતા પુર્વ કચ્છ (ગાંધીધામ) એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી ડી. ડી. ઝાલા, એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એન. એન. ચુડાસમા તથા સ્ટાફની ટીમ દ્વારા રાપર, કચ્છમાં રહેતા બાતમી વાળો ઇસમ વિકાસ ઉર્ફે ગોલુ જસબિરસિંઘ શ્યોરાણ નાઓ દિન્કેશ ઉર્ફે કાલી સ/ઓ પરમાનન્દ ગર્ગ નાઓના કબજા ભોગવટાના મકાનમાંથી મળી આવેલ. જેથી વધુ પૂછપરછ માટે તેને ગુજરાત એ.ટી.એસ. અમદાવાદ ખાતે લાવવામાં આવેલ.

મજકુર વિકાસ ઉર્ફે ગોલુ જસબિરસિંઘ શ્યોરાણ તથા દિન્કેશ ઉર્ફે કાલી સ/ઓ પરમાનન્દ ગર્ગ નાઓની પ્રાથમીક પૂછપરછ કરતા પો.સ.ઇ.શ્રી મયુર સોલંકીનાઓને જાણવા મળેલ કે આ વિકાસ ઉર્ફે ગોલુ જસબિરસિંધ શ્યોરાણ તા. ૦૪/૦૯/૨૦૨૫ના રોજ હરીયાણાના ભિવાની શહેરના કોર્ટ પરિસરમાં અજય તથા રોહિત સાથે મળી પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે લવજીત રહે. રોહતક, હરીયાણાનાની ગોળી મારી હત્યા કરેલ. જે પિસ્ટલો રોહિત ગોદારા દ્વારા મોકલવામાં આવેલ હતી. સદર હત્યાનો ગુનો બે ગેન્ગ વચ્ચેની અદાવતમાં બનેલ હતો. જે બાબતે ભિવાની પોલીસ લાઈન પો.સ્ટે. ખાતે ગુના રજિસ્ટર નં. ૦૧૯૬/૨૦૨૫ અંતર્ગત હત્યાનો ગુનો નોંધાયેલ. આ તમામ આરોપીઓ રોહીત ગોદારા-નવીન બોક્સર ગેન્ગનો સભ્યો છે. જે ગુના બાદ વિકાસ નાસતો ફરતો રહેલ અને ગત નવેમ્બર મહિનામાં રોહીત ગોદારા-નવીન બોક્સરની સૂચનાથી દિન્કેશ ઉર્ફે કાલી સ/ઓ પરમાનન્દ ગર્ગ મૂળ રહે. કેથલ, હરીયાણા હાલ રહે. રાપર, કચ્છ નાઓ પાસે આશ્રય લીધેલ હતો. સદર દિન્કેશ ઉર્ફે કાલીનાઓની પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેને નવીન બોક્સર સાથે પરિચયમાં હોય તેની સાથે વાતચીત દરમ્યાન મળેલ સૂચના અન્વયે સદર આરોપી વિકાસ ઉર્ફે ગોલુ ને હત્યા બાદ આશ્રય આપેલ હતો.

જે અંગે સદર આરોપી વિકાસ ઉર્ફે ગોલુ જસબિરસિંઘ શ્યોરાણ તથા આશ્રય આપનાર દિન્કેશ ઉર્ફે કાલી સ/ઓ પરમાનન્દ ગર્ગ નાઓની કબૂલાતની જાણ હરીયાણા એસ.ટી.એફ.ને કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ હરીયાણા એસ.ટી.એફ.ને સોંપવામાં આવેલ છે.