મુંદ્રાના નાના કપાયામાંથી પ્રતિબંધિત ગોગો કોન અને રોલિંગ પેપર સાથે એકની અટક

copy image

copy image

મુંદ્રા તાલુકાનાં નાના કપાયામાંથી પ્રતિબંધિત ગોગો કોન અને રોલિંગ પેપર મળી આવતા પોલીસે સંચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુંદ્રા પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નાના કપાયાના છકડા સ્ટેશન નજીક આવેલા પુરન જનરલ સ્ટોર્સમાં પ્રતિબંધિત ગોગો કોન અને રોલિંગ પેપરનું વેચાણ થઈ રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી સંચાલક પુરનસિંઘ ફત્તેહસિંઘને સ્ટોરમાં વેચાણ અર્થે રાખેલા પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન નંગ-92, તથા આઠ સ્મોકિંગ સેલીંગ પેપર સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.