સામખીયારી પો.સ્ટે વિસ્તારમાંથી ચોરીનાં લોખંડની ખીલાસરી (સળીયા) સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હડીકત મળેલ ડે સામખીયારી થી લાકડીયા તરફ જતા નેશનલ હાઇવે રોડ પર આવેલ જગદીશભાઈના વાડામાં રાજેશભાઈ ખીમજીભાઈ મહેશ્વરી તથા જગદીશ ખીમજીભાઈ મહેશ્વરી રહે. સામખ્યાળી તા.ભચાઉ વાળો હાઇવે રોડ પર પસાર થતા લોખંડની ખીલાસરી (સળીયા) ભરેલ ટ્રકોમાંથી ટ્રકોના ડ્રાઈવરને રૂપિયાની લાલચ આપી ટ્રકોમાંથી લોખંડના ગેરડાયદેસર સળીયા ઉતારી પોતાના કબ્જાનાં વાડામાં સંતાડી રાખેલ છે. જેથી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરતા વાડામાં એક ઇસમ હાજર મળી આવતા આ લોખંડના સળીયા બાબતે પુછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવી સંગ્રહ કરેલ હોવાનું જણાઈ આવતા સામખીયારી પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે સામખીયારી પો.સ્ટે ને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ

(૧) જગદીશ ખીમજીભાઈ મહેશ્વરી ઉ.વ. ૧૯ રહે. સામખીયારી નેશનલ હાઇવેની બાજુમાં આવેલ વાડામાં તા.ભચાઉ

હાજર ન મળી આવેલ આરોપીઓના નામ

(૧) રાજેશભાઈ ખીમજીભાઈ મહેશ્વરી રહે. સામખીયારી તા.ભચાઉ

(૨) પીયુષ ખીમજીભાઈ મહેશ્વરી રહે. સામખીયારી તા.ભચાઉ

શોધાયેલ ગુનો-

સામખ્યાળી પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૩૯/૨૫ બી.એન.એસ.૬.30૩(૨),૩૧૭(૧),૫૪

મુદામાલ ની વિગત –

  • લોખંડની ખીલાસરી (સળીયા) ૧૦.૧૩૦ કિ.ગ્રા. કિ.રૂ.૫,૫૭,૧૫૦/-

-લોખંડના ખીલાસરી (સળીયા) કાપવાનુ મશીન કિ.રૂ. ૫૦૦0/-

કુલ કિ.રૂ. ૫,૬૨,૧૫૦/-

આ ડામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.