ભાવનગર પત્રકાર એકતા પરિષદ ની ટીમ દ્વારા 28 મીના અધિવેશન નું ભરત નગર.પો.સ્ટે માં અપાયું આમંત્રણ

પત્રકાર એકતા પરિષદ નું એ પી સેન્ટર એટલે પ્રદેશ અધ્યક્ષ નો ભાવનગર જિલ્લો,જ્યાં જિલ્લા ટીમ સતત મહેનત કરીને જિલ્લા ના તમામ પત્રકારો, અધિકારીઓ,રાજસ્થ આગેવાનો,સમાજ શ્રેષ્ઠીઓ ની હાજરીમાં એટલે કે ભાવનગર સ્ટેટ યુવરાજ શ્રી જયવીરાજસિંહજી ની સાક્ષીએ પત્રકાર ના પરિવાર ની ચિંતાનું વર્ષ ઉજવવા થશે હાંકલ..

ભાવનગર અને બોટાદ જિલ્લાના તમામ પત્રકારો સાથે મહિલા વિંગ ની બહેનો ના 10 લાખ ના અકસ્માત વીમા નું પ્રીમિયમ ભરાઈ ગયું છે,પરંતુ પ્રદેશ ટીમ દ્વારા નક્કી કર્યા મુજબ 34 જિલ્લા ના પત્રકારો ને આ વિમાનો લાભ એક વર્ષમાં પ્રીમિયમ ભરીને આપવાનો સંકલ્પ એટલે પત્રકારોના પરિવારની ચિંતા નું વર્ષ ઉજવવા નક્કી કર્યું છે,ત્યારે ભારતનગર પો.સ્ટે.ના પી આઈ ને આમંત્રણ પત્રિકા આપવા જિલ્લા ટીમના હોદ્દેદારો પહોંચ્યા હતા..
પત્રકાર એકતા પરિષદ સાથે ભાવનગર જિલ્લાના તમામ અધિકારીઓનું સંકલન પણ ખૂબ સારું હોવાથી,આ કાર્યક્રમ પોતાનો હોય એવો ઉત્સાહ જોવા મળ્યો છે.
રિપોર્ટર એજાજ શેખ ભાવનગર