ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટન લઈ અમદાવાદ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય જાહેર : માત્ર 35 મિનિટ માટે ફોડી શકશે ફટાકડા
copy image

ક્રિસમસને અને થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય
ફટાકડાના કારણે થતા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનરનો મહત્વનો નિર્ણય
આગામી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમ્યાન અકસ્માતના બનાવો ન બને અને પ્રદૂષણનું પ્રમાણ નિયંત્રણમાં રહે તે હેતુસર લેવામાં આવ્યા અમુક નિર્ણયો
નાતાલ અને નવા વર્ષની પૂર્વ રાત્રે 11.55થી 12.30 સુધી, એટલે કે માત્ર 35 મિનિટ માટે જ ફટાકડા ફોડવાની અપાઈ મંજૂરી
શહેરમાં માત્ર લાયસન્સ ધરાવતા વેપારીઓ જ કરી શકશે ‘ગ્રીન ફટાકડા’નું વેચાણ
બેરિયમયુક્ત ફટાકડાના ઉપયોગ પર લગાવાઈ રોક