અમદાવાદમાં દારૂ ભરેલી ટ્રક પલટી : દારૂની બોટલો લેવા લોકો અને રાહદારીઓએ કરી પડાપડી

copy image

copy image

સૂત્રોમાથી મહત્વની વિગતો પ્રાપ્ત થઈ રહી છે જેમાં અમદાવાદના સાણંદ નજીક આશ્રમ રોડ પાસે દારૂ ભરેલી એક ટ્રક પલટી હતી.  અકસ્માતને પગલે રસ્તા પર દારૂની બોટલો વિખેરાઈ જતા સ્થાનિક લોકોમાં દોડાદોડની સ્થિતિ સર્જાઈ હતી. આ મામલે વધુમાં માહિતી મળી રહી છે, રાજસ્થાન પાસિંગની એક ટ્રક દારૂનો જથ્થો ભરીને સાણંદના મુનિ આશ્રમ રોડ માર્ગેથી જઈ રહી હતી તે દરમ્યાન અચાનક ટ્રક પલટી મારી જતાં અંદર રહેલી દારૂની પેટીઓ અને છૂટી બોટલો રોડ પર વેરવિખેર થઈ હતી. અકસ્માત બાદ રોડ પર પડેલી દારૂની બોટલો લેવા લોકો અને રાહદારીઓ પડાપડી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પાગલ પોલીસે ભીડને દૂર કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.