ચેક પરત ફરવાના કેસમાં આરોપી એક વર્ષ માટે જેલમાં ધકેલાયો

jail

copy image

copy image

ચેક પરત ફરવાના કેસમાં મુન્દ્રાના આરોપી શખ્સને એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા તાલુકાનાં ભુજપુરના મહમદ સલીમ ઇશાક ખત્રીએ સુથરીના ફરિયાદી એવા ભાવના લક્ષ્મીચંદ ખોના પાસેથી રૂા. પાંચ લાખ વર્ષ 2019માં બે માસ માટે હાથ ઉછીના લીધેલ હતા. જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી શખ્સ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી ઈશમને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા ચેકોની રકમ જેટલી રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ જાહેર કર્યો છે.