ભારતીય બનાવટના વિદેશીદારૂ કિં.રૂ. ૪૧ હજારના દારૂ સહિત કુલ ૩.૭૧ લાખનો મદ્દામાલ પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઈ. પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર ચૌહાણનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા મહેશકુમાર ચૌહાણનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, રતન સુમાર ગઢવી રહે.વવાર તા. મુંદરા વાળાએ વડાલા ગામની સીમમાં આવેલ પોતાની વાડીમાં ગે.કા.રીતે વિદેશદારૂનો જથ્થો રાખેલ છે અને હાલે સગેવગે કરવાની તૈયારીમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી મુંદરા મરીન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૪૬૦/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ,ઇ),૮૧ મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ મુંદરા મરીન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ
  • ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ- ૨૭, કિ.રૂ.૨૯,૭૦૦/-
  • બીયરના ટીન નંગ- ૫૬, કી.રૂા.૧૧,૭૬૦ /-
  • મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૩૦,૦૦૦/-

પકડાયેલ આરોપી:

રતન સુમાર બારોટ(ગઢવી) ઉ.વ.૩૩ રહે વવાર તા.મુંદરા-કચ્છ

  • પકડવાનો બાકી આરોપી:

માણેક સુમાર બારોટ(ગઢવી) રહે.વવારતા.મુંદરા