અબડાસાના રાયધણજર ગામેથી ગેરકાયેદસર રીતે બેન્ટોનાઇટનું ખનન કરતા એસ્કેવેટર મશીન વિરૂધ્ધ સંયુક્ત રીતે કાર્યવાહી કરતી જીલ્લા ટાસ્ક ફોર્સ તથા LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમને જીલ્લા ટાસ્ક ફોર્સ સાથે સંકલનમાં રહી સયુક્ત રીતે ગેરકાયદેસર થતી ખાણખનીજ ચોરી અટકાવવા માટે સુચના મળેલ જે અન્વયે એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવી, વિરમભાઇ ગઢવી તથા ભરતભાઇ ગઢવીનાઓ અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન શક્તિસિંહ ગઢવીનાઓને બાતમી હકીકત મળેલ કે, રાયધણજર ગામની પુર્વ બાજુએ એક લીઝની બાજુમાં આશરે ૧૦૦ થી ૧૫૦ મીટરના અંતરે ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ(ખનીજ)નું ખનન થાય છે. જેથી મળેલ બાતમીની વિગતે જીલ્લા ટાસ્ક ફોર્સનો સંપર્ક કરી તેઓને સાથે રાખી બાતમી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા એક લીઝની બાજુમાં આશરે ૧૦૦ થી ૧૫૦ મીટરના અંતરે એક ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટનુ ખનન કરેલાનો ખાડો હોય ત્યાંથી એક એસ્કેવેટર મશીનના ચેન પટ્ટાના નિશાનો જતા હોય જે બાજુમાં પડેલ એસ્કેવેટર મશીનના હોય જેથી સદર બાબતે મદદનીશ નિયામકશ્રી ફ્લાઇગ સ્કોડ ભુસ્ત્ર વિજ્ઞાન અને ખનીજ ખાતુ ભુજ-કચ્છ દ્વારા એસ્કેવેટર મશીનને સ્થાનીકે સીઝ કરી ગેરકાયદેસર રીતે થયેલ બેન્ટોનાઇટના ખનીજના ખોદકામ બાબતે કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ કરવામાં આવેલ છે.
- સીઝ કરેલ મુદ્દામાલ
એસ્કેવેટર મશીન હોન્ડા કંપનીનનું મોડલ ૨૧૫