અંજારમાં રમકડાંની દુકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ

copy image

copy image

અંજાર શહેરમાંથી રમકડાંની દુકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક ઈશમને પોલીસે રંગે હાથ દબોચી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજારના 6 મીટર રોડ પર આવેલી ટોયમોલ એન્ડ સિઝનેબલ નામની દુકાનમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પડી અહીથી રૂા. 3000ની 6 ચાઈનીઝ દોરીની ફિરકી કબ્જે કરી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.