કચ્છ લોકસભા તથા કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે ‘ગુડ ગવર્નન્સ ડે’ અંતર્ગત ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે યોજાઈ “અટલ કાવ્યાંજલી સંધ્યા”

શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી જી  એક ભારતીય કવિ, લેખક અને રાજકારણી હતા જેમણે ભારતના વડા
પ્રધાન તરીકે સેવા આપી હતી, પ્રથમ 1996 માં 13 દિવસના કાર્યકાળ માટે, પછી 1998 થી 1999 સુધી 13 મહિનાના
સમયગાળા માટે, ત્યારબાદ 1999 થી 2004 સુધી સંપૂર્ણ કાર્યકાળ માટે તેઓ આ પદ પર પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરનારા પ્રથમ
બિન – કોંગ્રેસી વડાપ્રધાન હતા. વાજપેયી જી ભારતીય જનતા પાર્ટી (ભા.જ.પ) ના સહ-સ્થાપકોમાંના એક અને વરિષ્ઠ નેતા
હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સ્વયંસેવક અને પૂર્ણ-સમય કાર્યકારી પ્રચારક હતા. તેઓ હિન્દી કવિ અને લેખક
પણ હતા. સ્વ-સંવર્ધન અને શિસ્તબદ્ધ રાષ્ટ્રનિર્માણ પર સંઘના ભાર એ વાજપેયી જી ના પ્રારંભિક વિશ્વ દૃષ્ટિકોણ પર
કાયમી છાપ છોડી હતી. વિદ્વાનોએ અવલોકન કર્યું છે કે વાજપેયી જીએ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને રાજકીય મધ્યસ્થતા સાથે
જોડ્યો હતો, જે સ્વતંત્રતા પછીના ભારતીય રૂઢિચુસ્તતાના એક વિશિષ્ટ પટ્ટાને આકાર આપે છે જે સભ્યતા ઓળખમાં
મૂળ ધરાવે છે. તેમના ભાષણો અને કવિતાઓ ભારતની સાંસ્કૃતિક અને દાર્શનિક પરંપરાઓમાંથી લેવામાં આવેલા વિષયો
સાથે રાજકીય વ્યવહારવાદને મિશ્રિત કરવા માટે જાણીતા છે.
આદરણીય વાજપાયી જી એ દેશના પ્રધાનમંત્રી, વિદેશમંત્રી, વિવિધ સંસદિય સ્થાયી સમિતિના વડાપદે અને
ભારતની સ્થાનિક અને વિદેશનીતિના ઘડતરમાં સક્રીય ભૂમિકા નિભાવી હતી. વિદ્યાર્થીકાળમાં તેમણે 1942ની ક્વીટ
ઇન્ડિયા મુવમેન્ટમાં ભાગ લઇને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. રાજ્યશાસ્ત્ર અને કાયદાના વિદ્યાર્થી તરીકે
કોલેજકાળમાં જ વિદેશી બાબતોમાં તેમની રૂચિ જન્મી હતી. આ રૂચિ ઉત્તરોતર વધતી રહી હતી અને અનેક બહુરાષ્ટ્રીય અને
વિપક્ષીય મંચ પર તેમણે ભારતનું કૌશલ્યપૂર્વક પ્રતિનિધિત્વ કર્યું હતું.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ શરૂ કર્યો, જે અંતર્ગત
આદરણીય વાજપાયી જી ની જન્મ જયંતી તા.૨૫/૧૨/૨૦૨૫ ને સુશાસન દિવસ (ગુડ ગર્વનન્સ ડે) તરીકે ઉજવવાનું નક્કી
કરવામાં આવ્યું. જેને અનુલક્ષીને કચ્છ લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભા.જ.પા ના મહામંત્રી શ્રી વિનોદભાઈ
ચાવડા દ્વારા આદરણીય વાજપાયી જી ની જન્મ જયંતી પર સુશાસન દિવસ (ગુડ ગર્વનન્સ ડે) તરીકે ઉજવવાનું નક્કી
કરવામાં આવ્યું. આ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષ પણ તા.૨૫/૧૨/૨૦૨૫, ગુરુવારના રોજ કચ્છ લોકસભા તથા કચ્છ
જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ
નિમિત્તે ‘ગુડ ગવર્નન્સ ડે’ અંતર્ગત ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે “અટલ કાવ્યાંજલી સંધ્યા” નો આયોજન કરવામાં
આવ્યું હતું.
આ પ્રસંગે દેવાસ, મધ્યપ્રદેશના રાષ્ટ્ર કવિ સાહિત્યકાર શ્રી શશીકાંતભાઈ યાદવ, દિલ્હીના રાષ્ટ્ર ચેતના કવિયત્રી શ્રી
કવિતાબેન તિવારી, ઉજ્જૈન, મધ્યપ્રદેશના હાસ્ય કવિ શ્રી હિમાંશુભાઈ બવંડર, સ્થાનિક કવિ સાહિત્યકારમાં શ્રી પબુભાઈ
ગઢવી, શ્રી મદનકુમાર અંજારિયા, શ્રી જયંતીભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન જીલ્લા ભા.જ.પ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ
જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી,
જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ શ્રી દિલીપભાઈ
ત્રિવેદી, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, ભુજ નગરપાલિકાના ચૂંટાયેલ સૌ સભ્યો, પાર્ટી હોદ્દેદારો
તેમજ બહોળી સંખ્યામાં સૌ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.