માધાપરમાં પગપાળા જઈ રહેલ આધેડ મહિલાને બાઈકે હડફેટે લેતા  મોત

copy image

copy image

ભુજના માધાપરમાં બાઈકે હડફેટે લેતા  47 વર્ષીય આધેડ મહિલાનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, માધાપર નવાવાસના જલારામનગરમાં રહેનાર એવા હતભાગી હાસુબાઈ મીઠાભાઈ રબારી ગત સાંજના અરસામાં પગપાળા ગંગેશ્વર માર્ગે જઈ રહ્યા હતા તે સમયે બાઈકે હડફેટે લઈ ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો સામે આવી છે.