નાના કપાયાના વાડામાંથી ત્રણ લાખના વાયરની તસ્કરી થતાં ફોજદારી
copy image

મુંદ્રા તાલુકાના નાના કપાયાના વાડામાંથી બે માસ અગાઉ PGVCLના 24 કિ.મી. લંબાઈના રૂા. ત્રણ લાખના વાયરની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ગત તા. 10/10ના રાત્રીના સમયે શક્તિનગરથી મોટા કપાયા માર્ગે શ્રીરામ વોટર સપ્લાય બોર નજીક આવેલ વાડામાંથી પીજીવીસીએલના એલ્યુમિનિયમના કુલ ત્રણ લાખના વાયરની તસ્કરી કરી કોઈ ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી દીધી છે.