મુંદ્રાના કુંદરોડીમાં શખ્સ પર પાઈપ વડે હુમલો
copy image

મુંદ્રા ખાતે આવેલ કુંદરોડીમાં ગત રાત્રે એક શખ્સ પર પાઈપ વડે હુમલો થતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ગત રાત્રીના સમયે કુંદરોડીમાં તળાવની પાળ પર અલીઅશગર અબ્દુલા હાલેપોત્રાને આરોપી ઈશમે લોખંડનો પાઈપ પગમાં ફટકારી ઘાયલ કર્યો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.