ભુજના હાજાપરમાં શખ્સ પર ઊંધી કૂહાડીનો ઘા મારી હુમલો કરનાર ઈશમ વિરુદ્ધ ફોજદારી

copy image

copy image

 ભુજના હાજાપરમાં એક શખ્સ પર ઊંધી કૂહાડીનો ઘા મારી હુમલો કરી દેવાયો હતો. ત્યારે હુમલો કરનાર આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે નોંધવેલ ફરિયાદમાં જણાવવામાં આવેલ કે, થરાવડા જતા માર્ગે નદીના છેલા નજીક આવેલ પડતર જમીન પર ગઈકાલે ઈબ્રાહિમભાઈ ઓસમાણ મમણના આવેલા ઘેટાં-બકરાંના વાડા પર આવી આરોપી ઈશમે અહીંયા શું કરવા આવ્યો છે તેવું જણાવી ગાળાગાળી કર્યા બાદ ઘા માર્યો ઉપરાંત લાકડીથી હુમલો કરી દેવામાં આવેલ હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.