ઉતરાયણ નજીક આવતા ચાઈનીઝ દોરીનું વેચાણ બેફામ બન્યું : મોટર સાઈકલ પર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો લઈ જનાર ઈશમને પોલીસે ઝડપ્યો
copy image

આગામી સમયમાં મકરસંક્રાંતિ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ચાઈનીઝ દોરીનું વેચાણ પણ ધમધમી ઉઠ્યું છે ત્યારે વડાલી પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે અંગે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, સાબરકાંઠા જિલ્લાની વડાલી પોલીસ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કોઈ ઈશમ પોતાની મોટર સાઈકલ પર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને વડાલીથી ભવાનગઢ તરફ જઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી આરોપી શખ્સની તપાસ હાથ ધરવામાં આવતા તેની પાસેથી ચાઈનીઝ દોરીની ફિરકીઓ મળી આવેલ હતી. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.