સજા વોરંટમાં પકડવાના બાકી આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ લાંબા સમયથી સજા વોરંટના આધારે સામાવાળા જુસબ મલુક જુણેજા ઉ.વ. ૩૫ રહે. જુનાવાસ, માધાપર તા. ભુજવાળાને પકડી પાડવા માટે સુચના આપેલ હતી. જે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. સુરેન્દ્રસિંહ ગ્રલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓ તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ આધારે રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને મળેલ માહિતી આધારે મજકુર ઇસમને પકડી વોરંટની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ
- જુસબ મલુક જુણેજા ઉ.વ. ૩૫ રહે. જુનાવાસ, માધાપર તા. ભુજ
- નીચેના સજા વોરંટમાં પકડવાનો બાકી હતો
- નામદારશ્રી ત્રીજા એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રીની કોર્ટ ભુજ-કચ્છનાઓની કોર્ટના ફોજદારી કેશ નં.૩૭૦૯/૨૦૨૪ ના સજા વોરંટમાં પકડવાનો બાકી.