કચ્છમાં સૌપ્રથમ વખત “વીર બાલ દિવસ” પર બહાદુર સાહિબઝાદાઓના બલિદાનને યાદ કરતા તેમની સ્મૃતિમાં લખપતથી ગાંધીધામ સુધી “સ્મૃતિ યાત્રા”નું આયોજન કરાયું

સરહદીય વિસ્તાર કચ્છ માં સૌપ્રથમ વખત “વીર બાલ દિવસ” પર બહાદુર સાહિબઝાદાઓના બલિદાનને
યાદ કરતા તેમની સ્મૃતિમાં લખપત થી ગાંધીધામ સુધી “સ્મૃતિ યાત્રા” નું આયોજન કચ્છ લોકસભાના સાંસદ
વિનોદભાઈ ચાવડા જી તથા કચ્છ જીલ્લા ભાજપા દ્રારા કરવામાં આવ્યું…
૯ જાન્યુઆરી, ૨૦૨૨ ના દિવસે દેશના યશશ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ગુરુ
ગોવિંદસિંહજીના પુત્રો પુજ્ય સાહિબજાદા જોરાવરસિંહજી અને પુજ્ય ફતેહસિંહજીની શહાદતની સ્મૃતિમાં ૨૬ ડિસેમ્બર
એ “વીર બાળ દિવસ” નિમિત્તે ઉજવવા ઘોષણા કરી હતી. જેને અનુલક્ષીને સમગ્ર દેશમાં દર વર્ષે ૨૬ ડિસેમ્બર ના
“વીર બાળ દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે.
જેના ભાગરૂપે કચ્છ લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા
પણ દર વર્ષે “વીર બાળ દિવસ” તરીકે ઉજવાય છે. આ પરંપરાને જાળવી રાખવા ગતરોજ ૨૬ ડિસેમ્બરે સાહિબજાદા
જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ — વીર બાળ દિવસની ઉજવણી નિમિત્તે સરહદીય કચ્છના
લખપત ગુરૂદ્વારા થી ગાંધીધામ ગુરૂદ્વારા સુધી ની ૨૦૦ કીમી જેટલી મોટી “સ્મૃતિ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું.
આ સ્મૃતિ યાત્રાનો લખપત ગુરુદ્વારા મધ્યેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા લખપત ગુરુદ્વારા ખાતે
પ્રસ્થાન થઈ સારસ્વતમ હાઈસ્કૂલ-દયાપર , માધ્યમિક શાળા-રવાપર, કુમારી તેજલ દામજી વેલાણી સ્કૂલ-નખત્રાણા,
કેળવણી મંડળ હાઈસ્કૂલ-માનકુવા, કન્યા વિદ્યાલય-સુખપર થઈ ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ-ભુજ ખાતે પહોંચી હતી.
ત્યાંથી સ્મૃતિ યાત્રાને આગળ વધારતા ગ્રુપ પ્રાઈમરી શાળા-કુકમાં, પેટા પ્રાઇમરી સ્કૂલ-રતનાલ, આહીર
બોર્ડિંગ બસ સ્ટેન્ડ પાસે-અંજાર, શ્રી ગુરુનાનકસર ગુરુદ્વારા – ગાંધીધામ થઈ ગાંધીધામ શહેર ખાતે આ સ્મૃતિ યાત્રાનું
ઉત્સાહભેર સમાપન થયું તથા આ સ્મૃતિ યાત્રામાં ગામે-ગામથી શિખ સમુદાયના જુગરાજ સિંઘ, જગતાર સિંઘ,
સોદાગર સિંઘ, નિર્મલજીત સિંઘ, મોહિન્દર સિંઘ, રણજીત સિંઘ,
જ્ઞાની ફતેહ સિંઘ વગેર અનેક લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા…
આ સ્મૃતિ યાત્રા પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે શીખ સંપ્રદાયના દસમા ગુરુ શ્રી ગુરુ
ગોવિંદસિંહજીના સાહિબઝાદાઓએ ખુબ જ નાની ઉંમરે ધર્મના રક્ષણ માટે જે અજોડ બલિદાન આપ્યું છે, તે ભારતની
આવનારી પેઢીઓ માટે સદીઓ સુધી પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. નાની ઉંમરે અન્યાય સામે ઝૂકવાને બદલે શહાદત
વહોરી લેવાની તેમની આ ગાથા યુગો સુધી દેશના યુવાનોને રાષ્ટ્રભક્તિ અને સાહસની પ્રેરણા આપતી રહેશે. તથા
તેમના સાહસ, શૌર્ય અને શહાદત દેશવાસીઓ માટે સત્યના માર્ગે અડગ રહેવાનો અખૂટ પ્રેરણાસ્રોત પણ બની રહેશે
અને આવનારી કચ્છની ભાવી પેઢીને સાહેબજાદાઓનો ત્યાગ, બલિદાન અને સમર્પણ યાદ રહે તે હેતુથી કચ્છની
વિવિધ શાળાઓમાં નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી જેમાં ૧૮,૦૫૭ થી વધુ
વિદ્યાર્થીઓ ભાગ લીધો અને ૧૦૩૯ થી વધુ વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને વિજેતા થયા
હતા તેમને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું તથા અંજાર શહેર મધ્યે નાના-નાના બાળકોને
સાહેબજાદાઓના જીવનમાંથી પ્રેરણા મળે તે હેતુથી તેમના જીવનચરિત્ર પરની પ્રદર્શની રાખવામાં આવી હતી
આ સ્મૃતિ યાત્રા દરમિયાન ગુજરાત સરકારના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ શ્રી
દેવજીભાઈ વરચંદ, કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, ભુજ
ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જીલ્લા ભાજપના મહામંત્રી શ્રી
ધવલભાઈ આચાર્ય, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ભુજ નગર અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, અંજાર નગરપતિ શ્રી
વૈભવભાઈ કોડરાણી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદ વરસાણી, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી
ભાવનાબેન પટેલ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જયંતભાઈ માધાપરીયા, શ્રી વસંતભાઈ કોડરાણી, જીલ્લા ભાજપા
મંત્રી શ્રીમતી વિજુબેન રબારી, ભુજ શહેર ભા.જ.પ પ્રમુખ શ્રી મિતભાઈ ઠક્કર, શ્રી રીતેનભાઈ રાજગોર, લખપત
તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગણપતભાઈ રાજગોર, મહામંત્રી શ્રી નીતિનભાઈ રૂડાણી, શ્રી જેતમલજી જાડેજા, શ્રી
ધર્મેશભાઈ કેશરાણી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભિમજીભાઈ જોધાણી, શ્રી રુપાભાઈ રબારી, શ્રી અશોકભાઈ
બરાડીયા, શ્રી જીગરભાઈ શાહ, અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા,
શ્રી ક્રિપાલસિંહ રાણા, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બી.એન.આહીર, મહામંત્રી શ્રી કાનજીભાઈ આહીર, ગાંધીધામ
શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ પરમાર, મહામંત્રી શ્રી મનોજભાઈ મુલચંદાની, શ્રી મહેન્દ્રભાઈ જુણેજા, ગાંધીધામ
નગરપાલીકાના પૂર્વ પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી શ્રી
બધાભાઈ આહીર, શ્રી શામજીભાઈ વીરડા વગેરે મહાનુભાવો સાથે જોડાયા હતા
તથા આ યાત્રાની સમગ્ર વ્યવસ્થા યાત્રાના ઈન્ચાર્જ શ્રી જયંતભાઈ માધાપરીયા સહઈન્ચાર્ઝ શ્રી વિશાલ
ઠક્કર, શ્રી વિરમભાઈ આહિર, શ્રી મોહનભાઈ ચાવડા, શ્રી કમલભાઈ ગઢવી, શ્રી રવિભાઈ ગરવા, શ્રી પ્રકાશભાઈ
મહેશ્વરી, શ્રી દિપક ડાંગર, શ્રી જયંતભાઈ ઠક્કર, શ્રી ભૌમિકભાઈ વાચ્છરાજની શ્રી શક્તિસિંહ ઝાલા, શ્રી દિપકસિંહ
કાંયા, શ્રી પ્રતિકભાઈ શાહ, શ્રી કીશોર નટ્ટ, શ્રી રમેશ દાફડા વગેરે કાર્યકરો અને આગેવાનો બહોળી સંખ્યામાં
ઉપસ્થિતમાં સંચાલન સંભાળ્યું હતું