રાજકોટના જ્વેલર્સ શોરૂમમાં કસ્ટમર બનીને આવેલ એક મહિલા નજર ચૂકવી સોનાના દાગીના સેરવતા કેમેરામાં થઈ કેદ
copy image

રાજકોટ શહેરના જાણીતા જ્વેલર્સ શોરૂમમાં કસ્ટમર બનીને આવેલ એક મહિલાએ નજર ચૂકવી સોનાના દાગીના સેરવી લીધા હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. જોકે, રાજકોટ એ-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ મહિલાને પકડી ટમાં મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે રાજકોટના ‘નીલકંઠ જ્વેલર્સ’માં જ્યારે માલિક દ્વારા દૈનિક સ્ટોકની ગણતરી કરવામાં આવી રહી હતી, ત્યારે સોનાના કેટલાક દાગીના ઓછા જણાતા શોરૂમના સીસીટીવી કેમેરાની તપાસ કરતાં એક મહિલા કર્મચારીની નજર ચૂકવી અત્યંત સિફતપૂર્વક સોનાના દાગીના પોતાની પાસે છુપાવતી સ્પષ્ટપણે જોવા મળી આવેલ હતી. જેથી પોલીસમાં જાણ કરતાં કાર્યવાહી હાથ ધરાઈ છે.