ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની વરણી થતા તમામ અગ્રણીઓ તેમજ મિત્ર વર્તુળમાં આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની વરણી થતા માંડવી મુન્દ્રા મતવિસ્તારમાં ભાજપ કાર્યકરો અગ્રણીઓ તેમજ મિત્ર વર્તુળમાં આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ છે
આ પ્રસંગે માંડવી મુન્દ્રા મતવિસ્તારના ભાજપ કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી જેમાં અનિરુદ્ધભાઈ દવેને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સંગઠનમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં રાખી કાર્યકરો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું શુભેચ્છા રૂપે ધારાસભ્યને નોટ બુક ભેટ આપવામાં આવી હતા આ નોટબુક જરૂરતમંત બાળકોને આપવામાં આવશે કાર્યકરો અને મિત્ર વર્તુળે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ પાર્ટી સંગઠન વધુ મજબૂત બનશે અને રાજ્યમાં વિકાસના કાર્યોને નવી દિશા મળશે
બાઈટ:- અનિરુદ્ધ દવે ધારાસભ્ય માંડવી મુન્દ્રા