માંડવી દરિયા કિનારે યોજાયેલ બીચ ફેસ્ટિવલ વિવાદમાં

માંડવી શહેરના દરિયા કિનારે યોજાઈ રહેલા બીચ ફેસ્ટિવલને લઈને વિવાદ ઉભો થયો છે બીચ ફેસ્ટિવલના કારણે હિન્દુ સનાતન ધર્મની મર્યાદા જળવાતી નથી તેમજ નજીક આવેલ હિન્દુ સ્મશાનની પવિત્રતા અને મર્યાદા ભંગ થતી હોવાનો આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે
વીઓ:-૧
માંડવી દરિયા કિનારે ચાલી રહેલા ફેસ્ટિવલને કારણે હજારો પર્યટકો અહીં ઉમટી રહ્યા છે ફેસ્ટિવલના કાર્યક્રમો સંગીત અને મનોરંજન વચ્ચે ટૂંકા વસ્ત્રો પહેરી તથા મર્યાદા ઉલ્લંઘન કરાતી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ ફેસ્ટિવલની નજીક જ હિન્દુ સ્મશાન આવેલ હોવાથી ત્યાંની ધાર્મિક લાગણી અને સંસ્કૃતિને ઠેસ પહોંચતી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ સમિતિ માંડવી દ્વારા કરવામાં આવ્યો છે આ મુદ્દે માંડવી શહેર કોંગ્રેસના અગ્રણીઓએ કડક વલણ અપનાવ્યું છે તેમણે જણાવ્યું હતું કે બીચ ફેસ્ટિવલના આયોજન દરમિયાન સનાતન ધર્મની મર્યાદાઓનું ધ્યાન રાખવામાં આવતું નથી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા કેટલાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે કોઈ રીતે વ્યાજબી નથી હિન્દુ સ્મશાન જેવી પવિત્ર જગ્યાની નજીક આવા કાર્યક્રમો યોજાવા ન જોઈએ.
બાઈટ:- અરવિંદસિંહ જાડેજા પ્રમુખ માંડવી શહેર કોંગ્રેસ
કોંગ્રેસ દ્વારા નગરપાલિકાનું ધ્યાન દોરતા સ્પષ્ટ માંગ કરી હતી કે બીચ ફેસ્ટિવલને હિન્દુ સ્મશાનથી દૂર ખસેડવામાં આવે અથવા તો સ્મશાન વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મર્યાદા ભંગ ન થાય તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવે ધાર્મિક લાગણી અને સંસ્કૃતિનું રક્ષણ કરવું નગરપાલિકાની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો નગરપાલિકા દ્વારા આ મુદ્દે યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં માંડવી કોંગ્રેસ દ્વારા નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડે તો નગરપાલિકાને તાળા બંધી કરવાની ફરજ પડશે બીચ ફેસ્ટિવલને લઈને ઊભા થયેલા આ વિવાદ બાદ હવે નગરપાલિકા શું નિર્ણય લે છે તેના પર સમગ્ર શહેર સાથે આયોજકો અને પર્યટકોની નજર મંડાઈ છે