અંજારમા વરસામેડી તથા મેઘપર બોરીચી વિસ્તારમાંથી વિદેશી દારૂના જુદા જુદા બે કેસ શોધી આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમારસાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામાં પ્રોહિબીશનના કેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબુદ કરવા આપેલ સુચન અન્વયે શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ.આર.ગોહિલ પોલીસ ઇન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવુતિ કરતા ઇસમો ૫૨ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત આધારે રેઈડ કરી પ્રોહિ મુદામાલ સાથે આરોપીઓ પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ નીચેની વિગતે ગુન્હા દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે
(૧) અંજાર પો.સ્ટે.ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૩૨૫૧૫૫૮/૨૦૨૫ પ્રોહી કલમ-૬૫(એ)(ઈ) ૧૬૬(બી) મુજબ
આરોપી :-
- હરી મોતીભાઈ ચાવડા ઉ.વ.૩૭ રહે.મ.નં.૭ સાઈ આષીશ સોસાયટી વરસામેડી ગામ તા.અંજાર
કબ્જે કરેલ મુદ્દામાલ :- (કુલે ૫૫, ૫૦૦/-)
- વિદેશીદારૂની ૭૫૦ મી.લી. બોટલો નંગ-૧૪ જેની કિ.રૂ. ૨૧, ૦૦૦ /-
- વિદેશીદારૂની ૧૮૦ મી.લી. બોટલો નંગ-૯૨ જેની કિ.રૂ. ૩૪, ૫૦૦/-
(૨) અંજાર પો.સ્ટે.ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૩૨૫૧૫૫૯/૨૦૨૫ પ્રોહી કલમ-૬૫(એ) (ઈ) ૧૧૬(બી) મુજબ
આરોપી :-
- મયુરસિંહ ભગતસિંહ જાડેજા ઉ.વ.૬૨ રહે.મ.નં.સી-૨૫ ગાયત્રીનગર-૨ મેઘપર બોરીચી તા.અંજાર
કબ્જે કરેલ મુદ્દામાલ :- (કુલ્લે કિ.રૂ.૧, ૦૮, ૧૫૩/-)
- વિદેશીદારૂની બોટલો નંગ-૨૧ જેની કિ.રૂ. ૧, ૦૮, ૧૫૩/-
એમ ડુલ્લે કિ.રૂ. ૧, ૬૩, ૬૫૩/-