ભુજની પાલારા જેલમાં મોબાઈલમાં વાત કરતો કેદીને રંગે હાથ ઝડપી પડાયો

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભુજની પાલારા જેલમાં મોબાઈલમાં વાત કરનાર કાચા કામના કેદી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે આ મામલે વધુમાં જાણવા મળી રહ્યું છે જે મુજબ પાલારા ખાસ જેલમાં સવારના સમયે કાચા કામના કેદીને બાથરૂમના પાછળના ભાગે મોબાઇલ ઉપર કોઇથી વાત કરતા રંગે હાથ ઝડપી પાડવામાં આવેલ હતો. બાદમાં પકડાયેલ કેદી પાસેથી વીવો કંપનીનો એન્ડ્રોઇડ તથા સીમકાર્ડ વાળો મોબાઇલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.