મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક માટે આર્બિટ્રેટરની પેનલની રચના કરાશે
મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટી એક્ટ, ૨૦૦૨ની કલમ-૮૪ અંતર્ગત કચ્છ જિલ્લામાં ન્યાયિક, કાનૂની તથા સહકારી ક્ષેત્રે અનુભવી વ્યક્તિઓની મલ્ટી-સ્ટેટ કો ઓપરેટીવ બેંક માટે આર્બિટ્રેટર પેનલ તરીકે નિમણૂક કરવાની હોય રૂચિ ધરાવતા ઉમેદવારોએ તેમની વિગતવાર અરજી,બાયોડેટા અને જરૂરી પુરાવા સાથે ૨ દિવસમાં જિલ્લા રજિસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ ભુજ-કચ્છ, પીન – ૩૭૦૦૦૧ ખાતે મોકલી આપવા જણાવવામાં આવે છે.
અરજી કરવાની પ્રક્રિયા અંગેની સબંધિત વિગત ઉમેદવારો રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ,ગુજરાત રાજ્ય,ગાંધીનગરની વેબસાઇટ www.rcs.gujarat.gov.in ) પરથી મેળવી શકશે તેમ સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારશ્રી સુશ્રી મેઘા અગરવાલ દ્વારા જણાવાયું છે.