ડોણ વાડીવિસ્તારમાં વર્ષ-૨૦૧૯ની સાલમાં ગેર કાયદેસર માદક પદાર્થનું વેચાણ કરતા આરોપીને ૧૫ વર્ષની સખત કેસ ફટકારાઈ

ભારતની ડ્રગ્સ સામેની ઝીરો ટોલરન્સ નીતિને અનુરૂપ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા નશીલા પદાર્થો સામે કડક પગલા લઈને મહત્વ પૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવેલ જેથી નાર્કોટીકસ ગુનાઓ પર નિયંત્રણ કરી શકાય જે અંતર્ગત ગઈ તા. ૦૭/૦૭/૨૦૧૯ નાં રોજ કે. બી. જાડેજા પો.સબ.ઇન્સ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ પશ્ચિમ કચ્છ-ભુજ તથા તેમની ટીમનાં માણસો સાથે ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડોણ ગામની સીમ વિસ્તારમાં આવેલ વડીવિસ્તાર રહેતા આરોપી મોહનભાઈ ઉમેદભાઈ વાઘરી (પટ્ટણી-દાતણીયા) એ પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં બનાવેલ રહેણાક ભૂંગામાં માદક પદાર્થ ગાંજો કી.ગ્રા-૨૦.૮૮૧ કી.રૂા.૧.૨૫.૨૮૬/- તથા માદક પદાર્થનું વજન કરવા માટેનો સાદો વજન કાંટો તથા વજનીયા જેની કી.રૂ.૧૦૦/- એમ કુલ્લે કી.રૂ.૧.૨૫.૩૮૬/-નો મુદામાલ વેચાણ અર્થે રાખી મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુન્હો કરેલ હોઈ જેથી તેની વિરુધ્ધ ગઢશીશા પો.સ્ટે ગુર.નં.૩૬/૨૦૧૯ એન.ડી.પી.એસ કલમ. ૮(સી).૨૦ (બી) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ.

બાદ સદર ગુના કામેની તપાસ ગઢશીશા પો.સ્ટેનાં ઈ.પો.ઇન્સ એ.આર.ઝાલા નાઓએ કરેલ અને તપાસ દરમ્યાન અરોપી વિરુધ્ધ પુઆ પુરાવાઓ મેળવી નામદાર શ્રી એન.ડી.પી.એસ કોર્ટ સ્પેશીયલ કોર્ટ ભુજ ખાતે ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ અને આ કેશ નામદાર શ્રી એન.ડી.પી.એસ કોર્ટ સ્પેશીયલ કોર્ટ ભુજ માં ચાલતાં આ કેશના સાલીઓની તટસ્થ અને સચોટ જુબાની તથા અધિક જીલ્લા સરકારી વકીલશ્રી સુરેશ.એ.મહેશ્વરી નાઓની ધારદાર અપીલના અનુસંધાને ઉપરોક્ત આરોપીને નામદાર કોર્ટના અધિક સેસન્સ કોર્ટ ભુજ નાં જજ શ્રી વિરાટ અશોકભાઈ બુધ્ધા નાઓ દ્વારા તા.૨૯/૧૨/૨૦૨૫ નાં રોજ એન.ડી.પી.એસ કલમ.૮(સી).૨૦(બી) હેઠળ શીક્ષાને પાત્ર ઠેરવી પંદર(૧૫)વર્ષની સખ્ત કેદ અને રૂ.૧,૦૦,૦૦૦/-નો દંડ અને જો આરોપી દંડ ભરવામાં કસૂર કરે તો વધુ એક(૧)વર્ષની સખ્ત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.