અબડાસામાં પવનચક્કીઓમાં તોડફોડ કરી 1.04 લાખની ચોરી કરનાર ચોર ઈશમો વિરુદ્ધ ફોજદારી
copy image

અબડાસામાં પવનચક્કીઓમાં તોડફોડ અને વાયરની તસ્કરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ થતી વિગતો મુજબ, અબડાસાના વિવિધ ગામના સીમમાં આવેલ પવનચક્કીઓમાં તોડફોડ કરી ઉપરાંત 1.04 લાખની ચોરી થઈ હતી. આ મામલે પોલીસે મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 8/5/25 થી 29/9/25 દરમ્યાન સીમમાં આવેલી સાત પવનચક્કીઓમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તોડફોડ કરીને કુલ રૂા. 1,04,500ના વાયરની ચોરી કરી હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.