રાપરના રામવાવની વાડીમાંથી 69 હજારનો શરાબ ઝડપાયો આરોપી ફરાર
copy image

રાપર તાલુકાના રામવાવમાં એક વાડીમાંથી 69 હજારનો શરબનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રામવાવના સાયરા વાડી વિસ્તારમાં નરપતસિંહ મંગળસિંહ રાઠોડ નામનો શખ્સ પોતાની વાડીમાં દારૂ રાખી વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહી વાડીના શેઢામાં કોથળામાંથી રૂા. 69,900નો શરબનો જથ્થો નીકળી પાડ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળી આવેલ ન હતો. પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.