ગાંધીધામમાંથી આંકડો લેનાર બે ઈશમોની થઈ ધરપકડ
copy image

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાંથી જાહેરમાં આંકડો લેનાર બે ઈશમોને ઝડપી પાડ્યા હતા. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, શહેરના કાર્ગો બાપા સીતારામ નગર ઝુંપડા સ્ટેન્ડ નજીક પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે અહીથી સોનેલાલ ધુરી પાસવાન તથા કિરણ ઉર્ફે કિકલો નટવર બારોટ નામના શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.