ભુજમાં દારૂના નશાથી કંટાળેલી મહિલાઓએ ઘરે ઘરે જઈ દારૂ પકડ્યો : કબાટમાંથી કપડાની જગ્યાએ દારૂના મોટા પાયે કોથળા ભરેલ નીકળ્યા

ભુજના બી ડિવિઝન વિસ્તારમાં આવતા રામનગરીમાં દારૂના વેપલાથી કંટાળી ગયેલ મહિલાઓએ ઘરે ઘરે જઈ દારૂ પકડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જુદી જુદી જગ્યાએથી દેશી દારૂની કોથળીઓ, ઉપરાંત બોટલો પણ પ્રાપ્ત થઈ હતી. ત્યારે આ દારૂના નશાથી કંટાળેલી મહિલા લોકોને જાહેરમાં લોકોને આ ઝેર સમા નશાને બંધ કરવા અનુરોધ કરતી જણાય છે. આ વિસ્તારમાં આવેલ બુટલેગરના ઘરમાં તલાશી લેતા ઘરમાં રાખેલ કબાટમાંથી દારૂની કોથળી રાખેલી મળી આવેલ હતી. આ મહિલાએ પોલીસ કર્મચારીને સાથે રાખી તમામ દારૂ પીનારા અને વહેંચનારાના ઘરોમાં તલાશી લીધી છે. મહિલાઓએ સાથે મળી અહીથી મોટા પાયે દેશી દારૂ બરામત કર્યો છે. ઉપરાંત એક રૂમમાં તપાસ કરતાં ડ્રમ ભરેલ દારૂનો આથો મળી આવેલ હતો જેનો ઢોળી અને નાશ કરવામાં આવેલ હતો. દારૂના વેપલાથી ત્રસ્ત થયેલ મહિલાઓ જણાવે છે કે, ગાંધીના ગુજરાતમાં આવી સ્થિતિ હોવી કેટલી યોગ્ય છે??? આશ્ચર્ય જેવી વાત તો એ બની કે લોકોના રહેણાક મકાનમાં કે જ્યાં કબાટમાંથી કપડાની જગ્યાએ દારૂના મોટા પાયે કોથળા ભરેલ નીકળી પડ્યા છે. હવે સવાલ એ છે કે ક્યારે બંધ થશે દારૂ? કે શું આ દારૂ વહેંચનારા અને પીનારા વચ્ચે આમ જનતા આમ જ પિસાતી રહેશે ???