31″ ડિસેમ્બર અનુલક્ષીને પશ્ચિમ કચ્છ પોલીસ એક્શન મોડમાં..

31 ડિસેમ્બર અને નવા વર્ષના ઉજવણીના માહોલને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. ભુજ શહેર સહિત પશ્ચિમ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ગુનાહિત તત્વો પર કડક નજર રાખવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), પેરોલ-ફર્લો સ્ક્વોડ, મહિલા C-ટીમ ઉપરાંત ભુજ એ ડિવિઝન, બી ડિવિઝન તથા ટ્રાફિક પોલીસના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો, ચોરાહા, બજારો, હોટલ-ઢાબા તેમજ જાહેર સ્થળોએ વાહન ચેકિંગ સહિત શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. નવ નિયુક્ત ઇન્ચાર્જ એ.એસ.પી. શ્રી ગૌતમ વિવેકાનંદનની સ્પષ્ટ સૂચનાના ભાગરૂપે ભુજ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ અને જવાનો રસ્તા પર ઉતરી લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવતા જોવા મળ્યા હતા. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યું હતું તેમજ નશો કરીને વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા ખાસ કરીને ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમો, પેરોલ પર બહાર આવેલા કેદીઓ તેમજ અસામાજિક તત્વો પર કડક નજર રાખવામાં આવી રહી છે. મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા C-ટીમને પણ સક્રિય રાખવામાં આવી છે.
પશ્ચિમ કચ્છ પોલીસએ 31 ડિસેમ્બર અને નવા વર્ષ દરમિયાન શાંતિપૂર્ણ અને સલામત વાતાવરણ જળવાઈ રહે તે માટે આ કામગીરી ચાલુ રહેશે. વધુમાં નવ નિયુક્ત એ.એસ.પી. શ્રી ગૌતમ વિવેકાનંદનએ મીડિયાને માહિતી આપી હતી…