અબડાસા સીમ વિસ્તારમાંથી 77 હજારના વાયરની તસ્કરી
copy image

અબડાસા ખાતે આવેલ વાંકુ અને જખૌની સીમમાંથી રૂા. 77,600ના વાયરની થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા.25/6 થી 11/12ના સમયગાળા વાંકુ અને જખૌના સીમ વિસ્તારમાં આવેલી કંપનીની કુલ પાંચ પવનચક્કીમાંથી જુદા જુદા કુલ 77,600ની કિમતના વાયરોની કોઈ અજાણ્યા ચોર ઈશમો તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.