કેરામાં આવેલ શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ ખાતે બે દિવસીય ઝોન કક્ષાનો વિજ્ઞાન ટેકનોલોજી મેળાનું આયોજન કરાયું

ભુજ તાલુકાનાં કેરા ખાતે આવેલ શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ ખાતે 30,31ડિસેમ્બર 2025 બે દિવસ ઝોન કક્ષાનો વિજ્ઞાન ટેકનોલોજી મેળાનું આયોજન કરાયું હતું. દાતાશ્રી શામજીભાઈ શિવજી દબાસિયા તેમજ અન્ય દાતાશ્રીઓ સંસ્થાના ટ્રસ્ટીઓ ના વરદ હસ્તે મેળાને ખુલ્લો મુકાયો હતો જેમાં કચ્છ,રાજકોટ,મોરબી,ભાવનગર,બોટાદ તેમજ સુરેન્દ્રનગર એમ છ જીલ્લાના 230 જેટલા બાળવૈજ્ઞાનિકોએ અવનવી કૃતિઓ રજૂ કરી હતી સાથે 40 વર્ષથી સંસ્થામાં ચાલતી આઈ.ટી.આઈ. માં હાલ ચાલતા કોર્સ સાથે બીજા અન્ય કોર્સ ચાલુ કરવા નવા બાંધકામ માટે દાતાશ્રી, મૂળજીભાઈ લાલજીભાઈ પિંડોરીયા પરિવાર એ ત્રણ કરોડ નું માતબર દાન જાહેર કર્યું હતું અગાઉ પણ આ દાતાશ્રી દ્વારા એનેક સેવાના કાર્યો કરાયા છે આ મેળાને ગામ લોકો તેમજ અન્ય ગામોના સ્કૂલના છાત્રો ગામલોકો નિહાળવા પહોંચ્યા હતા
રવિલાલ હિરાણી કેરા