ગાંધીધામની ભાગોળે માર્ગ ઓળંગી રહેલ યુવાનને અજાણ્યાં વાહને હડફેટે લેતા કાળનો કોળિયો બન્યો

copy image

copy image

ગાંધીધામની ભાગોળે માર્ગ ઓળંગી રહેલ 34 વર્ષીય યુવાનને અજાણ્યાં વાહને હડફેટે લેતા મોત નીપજયું છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામ નજીક રાધેશ્યામ ટિમ્બરમાં કામ કરનાર અને કંપનીની શ્રમિક વસાહતમાં જ રહેતા એવા શ્યામલાલ નામનો યુવાન વતન જવા માટે નીકળ્યો હતો. હતભાગી માર્ગ ઓળંગી રહ્યો હતો,તે દરમ્યાન પૂરપાટ આવતા અજાણ્યાં વાહને તેને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.