સરકારના ‘નલ સે જલ’ અને વિકાસના દાવાઓ વચ્ચે છેવાડાના ગ્રામીણો પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યા છે

કચ્છ એટલે કે રણ પ્રદેશ, જ્યાં પાણીની કિંમત સોના બરાબર અંકાય છે. લખપત તાલુકાના બેખડા ગામની સ્થિતિ આજે એવી છે કે ત્યાં દૂધ કરતા પાણી વધુ કિંમતી બની ગયું છે. સરકારના ‘નલ સે જલ’ અને વિકાસના દાવાઓ વચ્ચે છેવાડાના ગ્રામીણો પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યા છે. આ દ્રશ્યો છે લખપત તાલુકાના બેખડા ગામના. અહીં વસતા 1800 થી વધુ લોકો અને અઢી હજાર જેટલા પશુધન માટે પાણી અત્યારે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે ગામમાં દૂધ 50 રૂપિયે લીટર મળે છે, પરંતુ પાણીની સ્થિતિ તો એથી પણ કપરી છે. ગામમાં ૨ હજાર લીટર દૂધની આવક છે, પણ પીવાનું પાણી 1500 લિટર પણ નસીબ થતું નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પાણી પુરવઠા વિભાગ, મામલતદાર અને TDO ને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે. 15- 15 દિવસ સુધી ગામમાં પાણી આવતું નથી અને જ્યારે પાઈપલાઈનમાં ભંગાણ પડે ત્યારે ટેન્કરની સુવિધા પણ આપવામાં આવતી નથી
બાઈટ : જત આરબ
સ્થાનિક
બાઈટ : હુસૈન રાયમા
પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ