માંડવીના કોકલિયાના સીમ વિસ્તારમાં સ્થિત પવનચક્કીઓમાંથી વાયરની તસ્કરી થતાં ફોજદારી

cable-chori

copy image

copy image

માંડવી ખાતે આવેલ કોકલિયાના સીમ વિસ્તારમાં સ્થિત પવનચક્કીઓમાંથી વાયરની ચોરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે, ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહયા છે, આ મામલે સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધવવામાં આવેલ છે. નોંધાવેલ ફોજદારી અનુસાર કંપનીની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ તેમની કંપની પાસે છે. ગત તા. 19/6થી 31/8 દરમ્યાન કોકલિયાની સીમમાંથી બે પવનચક્કીમાંથી કુલ મળીને રૂા. 21,600ના વાયરની ચોરી કરી કોઈ અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.