ભચાઉના વોંધમાં જાહેરમાં પત્તા ટિંચતા ચારની ધરપકડ

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ વોંધમાં જાહેરમાં પત્તા ટિંચતા ચાર ઈશમોને 11 હજારની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વોંધમાં જશુમાતા મંદિર પાછળ અમુક શખ્સો જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને અહીથી જાહેરમાં પત્તા ટિંચતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂા. 11,500 કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.