ગાંધીધામમાં ધોળા દિવસે મહેફિલ માણતા ચાર નબીરાઓ પોલીસની ગિરફ્તમાં
copy image

ગાંધીધામમાં ધોળા દિવસે મહેફિલ માણતા ચાર નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ગાંધીધામના ગાયત્રી મંદિર પાછળ આવેલી લક્ષ્મી ઓટો ગેરેજમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ સ્થળેથી દારૂના નશામાં ચાર ઈશમોને પોલીસે રંગે હાથ ઝડપી લઈ તેમની પાસેથી દારૂને લાગતો તમામ સરસામાન જપ્ત કરવામાં આવેલ હતો. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.