ફતેહગઢ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં 20 વર્ષીય યુવાને જીવ ખોયો
copy image

રાપર ખાતે આવેલ ફતેહગઢ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં 20 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ફતેહગઢમાં રહેનાર હતભાગી એવો હરેશ રજપૂત નામનો યુવાન ગત તા. 30/12ના રોજ બપોરના સમયે નર્મદા કેનાલ પાસે હતો તે સમયે પગ લપસી જવાથી કેનાલમાં પડી જતાં ડૂબી જતાં તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.