સોશિયલ મીડિયા પર ‘વોશિંગ પાઉડર’ના નામે જીવલેણ ડ્રગ્સ વેચતી ગેંગને પોલીસે ઝડપી

copy image

copy image

સુરત શહેર 31st ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલું હતું તે સમયે અમરોલી વિસ્તારમાંથી ‘વોશિંગ પાઉડર’ના નામે જીવલેણ ડ્રગ્સ વેચનાર ગેંગનો પર્દાફાશ કરવામાં આવેલ  છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ કાર્યવાહી હાથ ધરી સોશિયલ મીડિયા પર ‘વોશિંગ પાઉડર’ના નામે જીવલેણ ડ્રગ્સ વેચતી ગેંગને ઝડપી પડી હતી. આ ગેંગ દ્વારા સામાન્ય ઘરગથ્થુ નામોનો ઉપયોગ કરીને યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલવાનું વ્યવસ્થિત કાવતરું રચાઈ રહ્યું હતું. વધુમાં વિગતો સામે આવી રહી છે કે, પકડાયેલ આરોપી ઈશમો પોલીસની નજરથી બચવા માટે ખાસ કોડવર્ડ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.