ખેડામાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં માતા-પુત્રીનું કરૂણ મોત : ત્રણ ઘાયલ
copy image

ખેડા ખાતે આવેલ મહુધા તાલુકાના નડિયાદ-કપડવંજ માર્ગે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં માતા-પુત્રીનું કરૂણ મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, નડિયાદ-કપડવંજ માર્ગે આ ગોઝારો બનાવ બન્યો હતો. અહી રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતાં માતા-પુત્રીનું મોત થયું હતું, ઉપરાંત અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. બનાવ અંગે જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હોવાની વિગતો સામે આવી છે.