સુરતમાંથી વધુ એક અકસ્માતનીએ ઘટના સામે આવી : દારૂ પાર્ટી માન્યા બાદ નબીરાઓએ ગાડીની રેસ લગાવી સર્જ્યો ગમખ્વાર અકસ્માત
copy image

સુરતમાંથી વધુ એક અકસ્માતનીએ ઘટના સામે આવી રહી છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે મુજબ, બે યુવકોએ દારૂની પાર્ટી માણ્યા બાદ બે કાર વચ્ચે રેસ લગાવી હતી. 120 થી વધુની સ્પીડ પર દોડતી આ ગાડીઓએ સ્વિફ્ટ કારને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં સ્વિફ્ટ કારમાં સવાર મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હાલમાં પોલીસે આ બનાવ અંગે નોંધ કરી ફરાર BMW ચાલકની શોધખોળ હાથ ધરી છે.