ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને પોલીસે દબોચ્યો
copy image

ચાર માસ અગાઉ થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં માહીતી મળી રહી છે જે અનુસાર ચાર માસ પૂર્વે અંજાર પોલીસ મથકે ચોરી અંગે ગુનો નોંધાયો હતો. આ ગુના કામેનો આરોપી શખ્સ પોલીસથી નાસતો ફરતો હતો. આ દરમ્યાન પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને સ્થાનિક પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.