સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો માહોલ

સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે …. કચ્છ જિલ્લામાં પણ લોકો હાડ થીજવતી કાતિલ ઠંડીનો સામનો કરી રહયા છે….કચ્છના કોલ્ડસીટી ગણાતા નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડીઝીટમાં નોંધાય રહયો છે…. નલિયામાં રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે… જ્યારે ભુજમાં 11 ડીગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહયું છે ..જેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે….ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડા નો સહારો લેતા જોવા મળી રહ્યા છે..કચ્છના નલિયા અને પાટનગર ગણાતા ભુજ શહેરમાં ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે…. હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તે પ્રકારની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે…..

બાઈટ : રાજેશ સોલંકી – સ્થાનિક

બાઈટ : બિ. એમ. જાડેજા – સ્થાનિક