ભચાઉમાં બાવળની ઝાડીમાંથી પાંચ ખેલીઓ ઝડપાયા : બે ફરાર

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ માનસરોવર વિસ્તારમાં બાવળની ઝાડીમાંથી પાંચ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભચાઉમાં માનસરોવર વિસ્તારમાં બાવળની ઝાડીમાં પોલીસે રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. અહી જાહેરમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે રોકડ રૂા.  12,800 સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.  હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન બે ઈશમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.