લખપતના સીમમાં સ્થિત પવનચક્કીમાંથી 80 હજારના વાયરોની તસ્કરી

copy image

copy image

 ભચાઉ ખાતે આવેલ  લખપતના સીમ વિસ્તારમાં સ્થિત પવનચક્કીમાંથી 80 હજારના વાયરોની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, લખપતના સીમ વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીઓ આવેલી છે. આ પવનચક્કીઓ પાસે કંપનીના ચોકીદાર રાખવામાં આવ્યા છે. ગત તા. 26/12ના રોજ દિવસવાળા ચોકીદારને છુટ્ટા કરાયા બાદ રાતપાળી વાળા ચોકીદાર આવેલ હતા. જે રાત્રે એક વાગ્યે રાઉન્ડમાં નીકળ્યા બાદ સૂઈ ગયેલ હતા. જેની પાછળથી ચોર ઈશમો આવેલ અને અહીથી કુલ રૂા. 80,000ના વાયરની તસ્કરી કરી ફરાર થઈ ગયેલ હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.