માંડવીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમી-રમાડતા ઈશમને પોલીસે ઝડપ્યો

copy image

copy image

માંડવીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા શખ્સને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો જણાવી રહયા છે, સરફરાજ અનવર લોઢિયા નામનો આરોપી ઈશમ માંડવીમાં ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટાનો જુગાર રમી-રમાડી રહ્યો હતો. તે સમયે ત્રાટકેલી પોલીસે અહીથી આ મોબાઈલથી ઓનલાઈન સોદા નાખી તેમજ ગૂગલ પેથી નાણાકીય વ્યવહાર કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ ઈશમ પાસેથી રૂા. 28,500ને રોકડ સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.